તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગર નવો પેતરો:જૂનાગઢમાં કુરિયરમાં આવેલી દારૂની 107 બોટલ પકડાઇ, બે શખ્સે બહારથી કુરિયરમાં દારૂ મંગાવ્યો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જૂનાગઢનાં બે શખ્સે વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવ્યો હતો. આ દારૂ કુરિયરમાં આવ્યો હતો. પોલિસે બાતમીનાં આધારે કુરિયરમાં આવેલી દારૂની 107 બોટલ પકડી પાડી હતી. બુટલેગરનો નવો પેતરો નિષ્ફળ રહ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ શહેરમાં દારૂ ઘુસાડવા બુટલેગરો નવા-નવા પેતરા કરી રહ્યાં છે. ત્યારે જૂનાગઢમાં કુરિયરનાં માધ્યમથી દારૂ ઘુસાડવાનો પેતરો પોલિસે નિષ્ફળ બનાવ્યો છે. જૂનાગઢનાં ફીરોજ હાજીભાઇ બ્લોચ, વાહીદ કુરેશીએ બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

સંદાવ કોમ્પલેક્ષમાં આવેલા નંદન કુરિયરમાં દારૂનો જથ્થો આવ્યો હતો. પોલીસને બાતમી મળતા એસપી રવિતેજા વાસમશેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં પોલિસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન નંદન કુરિયરની દુકાનની બહાર સફેદ કલરનાં પાર્સલ ખોલતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 107 કિંમત રૂપિયા 62,300નો મુદામાલ મળી આવ્યો હતો. પોલિસે દારૂનો જથ્થ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો