ગિરનાર રોપ-વેના પ્રોજેક્ટના માધ્યમથી જૂનાગઢ જિલ્લાના પ્રવાસન વિકાસને નવી ઉંચાઈ મળી રહી છે. વર્ષ-2022ના ડિસેમ્બરમાં જ 1.06 લાખ પ્રવાસીઓએ રોપ-વેના માધ્યમથી ગરવા ગિરનારને નિહાળવાનો રોમાંચ અને તેનુ અદભૂત સૌંદર્યં માણ્યું હોવાનું જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે નવી સુવિધાઓ વિકસાવવાની સાથે મહોબતખાનના મકબરાનું અને ઉપરકોટના કિલ્લાનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ જાહેર કર્યો હતો.
ઉપરાંત ભાવિક માટે ગિરનાર લીલી પરિક્રમા યોજાઇ છે જેમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. વર્ષ-2022ના ડિસેમ્બર માસમાં ગિરનાર ઉડન ખટોલાની કુલ 1,06,836 પ્રવાસીઓએ મજા માણી હતી.જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્યમિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી છે.
ઉપરાંત સ્થાપત્ય બેનમૂન ઝાંખી અહિં જોવા મળે છે જે પ્રવાસીઓ, અભ્યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે. જૂનાગઢ જિલ્લાની નજીક અન્ય મહત્વના પ્રવાસન સ્થળો આવેલા છે. દુનિયાભરમાં એશિયાટીક લાઈનનું એકમાત્ર સ્થળ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્ય, દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સોમનાથ જ્યોર્તિલિંગ, એક સમયે પોર્ટીગીઝ શાસન હેઠળનું રળીયાપણું દિવ સહિતના અનેક જોવાલાયક સ્થળો જૂનાગઢ જિલ્લા નજીક આવેલા છે ત્યાં પણ માનવ મહેરામણ મોટી સંખ્યામાં નજરે ચડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.