તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના સૌથી વધુ 28 કેસ શનિવારે આવ્યાં

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 1.52 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ
 • જિલ્લામાં માત્ર 6 દિવસમાં કોરોનાનાં 104 કેસ સૌથી

રાજ્યની સાથે જૂનાગઢમાં પણ કોરોના બેકાબુ થયો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં 104 કેસ નોંધાયાં છે. તેમજ છેલ્લા એક મહિનામાં સાૈથી વધુ 28 કેસ શનિવારે નોંધાયા હતાં. કોરોનાનાં કેસ સામે વેક્સિનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. શહેરમાં રોજ 1500 થી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના અતિ ઝડપથી આગળ વધી રહ્યો છે. જૂનાગઢમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કોરોના કેસ ઘટી ગયા હતાં. પરંતુ માર્ચ મહિનામાં ધીમી ગતીએ કોરોનાનાં કેસ વધવાનું શરૂ થયું હતું. એપ્રિલ મહિનાનાં છેલ્લા બે દિવસમાં કોરોનાનાં કેસ 20 થી વધુ આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યાં છે,ત્યારે જિલ્લામાં તા. 29 માર્ચનાં 15 કેસ નોંધાયા હતાં. શનિવારે એટલે કે 3 એપ્રિલનાં 28 કેસ નોંધાયા છે.

જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં 104 કેસ નોંધાયા છે. વધતા જતા કોરોનાનાં કેસનાં ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં સરેરાશ 1500 થી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે અને જિલ્લામાં કુલ 1.52 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ છે.

ગિર-સોમનાથમાં 9 કેસ સાથે છ દિવસનાં 41 કેસ થયા
ગિર-સોમનાથ જિલ્લામાં શનિવારે કોરોનાનાં 9 કેસ સામે આવ્યાં હતાં. જિલ્લામાં છેલ્લા છ દિવસમાં કોરોનાનાં 41 કેસ નોંધાયા છે. જોકે ઊના અને કોડીનારમાં મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ નોંધાયા હતાં. જિલ્લામાં શનિવારે 13 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જિલ્લામાં ધનવંતરી રથની મદદથી લોકોની આરોગ્ય તપાસી કરવામાં આવી રહી છે. આજ સુધીમાં કુલ 7,46,791 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

જિલ્લામાં 9926 લોકોને રસી અપાઇ
જૂનાગઢ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે શનિવારે જૂનાગઢ શહેરમાં 1651 અને જિલ્લામાં 8275 લોકોને રસી આપવામાં આવી છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ 1,52,896 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી 23 થઇ
જૂનાગઢ જિલ્લામાં એક સમયે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી શુન્ય થઇ હતી. પરંતુ કોરોનાનાં કેસ વધતા જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 23 એ પહોંચી ગઇ છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 27 ઘર અને 128 લોકોનો સમાવેશ થાય છે. તેમજ ધનવંતરી રથની મદદથી શનિવારે 1623 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

ગિર-સોમનાથ જિલ્લામાં 5172ને રસી અપાઇ
ગિર-સોમનાથ જિલ્લામાં વેરાવળ, તાલાલા, ઊના, કોડીનાર,સુત્રાપાડા તાલુકામાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ કેમ્પ કરવામાં આવી રહ્યાં છે. ગિર-સોમનાથ જિલ્લામાં શનિવારે 5172 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો