તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા

વેરાવળ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
વેરાવળમાં રાત્રીકર્ફયુમાં તૈનાત બંદોબસ્‍તની તસ્‍વીર - Divya Bhaskar
વેરાવળમાં રાત્રીકર્ફયુમાં તૈનાત બંદોબસ્‍તની તસ્‍વીર
 • આજે જીલ્‍લામાં 2,403 લોકોનું કોરોના રસીકરણ કરાયુ છે

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં હતા. ઘણા દિવસો બાદ આજે ફરી કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંઘાયો છે. જિલ્લામાં આજે નવા 105 નવા કેસ નોંધાયા છે.

જેમાં વેરાવળમાં 25, સુત્રાપાડામાં 13, કોડીનારમાં 21, ઉનામાં 24, ગીરગઢડામાં 10, તાલાલામાં 12 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં પ્રથમ વખત ત્રણ મૃત્‍યુ નોંઘાયેલ છે. જેમાં વેરાવળ, ગીરગઢડા અને અન્ય જિલ્લાના 1 દર્દીનું મૃત્યુ નોંધાયેલ છે. આજે સારવારમાં રહેલા 95 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 61 હજાર 835 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 2,403 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

જિલ્લામાં બીજી લહેરમાં પ્રથમવાર તંત્રએ કોરોનાના દર્દીના મૃત્યુ જાહેર કર્યા

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં આજે પ્રથમ વખત તંત્ર દ્વારા ૩ ના મૃત્યુ નીપજેલ હોવાનું જાહેર કરેલ છે. જયારે જીલ્લાના છ તાલુકાઓના સ્મશાન ગૃહોમાં દરરોજ મૃતદેહો આવતા હોય જેમાં કોરોનાના પ્રોટોકલ મુજબ પણ ઘણા મૃતદેહો આવતા હોવાનું નજરે પડતું હોય છે. ત્યારે તંત્ર કોરોનાની બિમારીમાં મૃત્યુ પામેલ હોવાના આંકડા છુપાવતા હોવાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો