કસોટી:જિલ્લામાં 42 સ્થળે 10,229 ઉમેદવારો આપશે પરીક્ષા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાત જાહેર સેવા આયોગની રવિવારે પરીક્ષા
  • પરીક્ષાને લઇ ફરજ પરના અધિકારીઓની 23 ડિસેમ્બરે બેઠક

ગુજરાત જાહેર સેવા આયોગ,ગાંધીનગર દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1 અને વર્ગ -2 તેમજ ગુજરાત નગરપાલિકા અધિકારી વર્ગ-2ની પ્રાથમિક કસોટી 26 ડિસેમ્બરને રવિવારે સવારના 10થી 1 અને બપોરના 3 થી 6 દરમિયાન બે સેશનમાં યોજાનાર છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ કુલ 42 પરીક્ષા કેન્દ્રો પર 427 બ્લોકમાં પરીક્ષા લેવાશે જેમાં 10,229 ઉમેદવારો પરીક્ષા આપશે. દરમિયાન પરીક્ષાના સુચારૂ આયોજનને લઇ વિવિધ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

ત્યારે 23 ડિસેમ્બરે બપોરના 2 વાગ્યે 42 બિલ્ડીંગોના સંચાલકો અને બપોરના 3 વાગ્યાથી સ્ટ્રોંગરૂમ કન્ટ્રોલર, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ કોર્ડિનેટર, આયોગના પ્રતિનિધી, તકેદારી અધિકારી અને અન્ય સ્ટાફની મિટીંગ કલેકટર કચેરી ખાતે યોજાશે. આ બેઠક જિલ્લા કલેકટર અને અધિક નિવાસી કલેકટરના માર્ગદર્શનમાં યોજાશે. જ્યારે પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર હોવાનું ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...