તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વેરાવળમાં 102 કરોડના ખર્ચે 40 કીમી લાંબી કેનાલ બનતા દરીયાકાંઠાની ખારાશ આગળ વઘતી અટકશે

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • આદ્રીથી કોડીનારના મૂળ દ્વારકા સુઘીની કેનાલના કામને સરકારે મંજૂરી આપી
  • સ્‍થાનીક ભાજપના આગેવાનો વર્ષોથી આ કામ મંજૂર કરાવવા સક્રીય રહેતા અંતે સફળ થયા

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામથી કોડીનાર તાલુકાના મુળ દ્વારકા સુધીની કેનાલનું કામ તાજેતરમાં રાજય સરકારએ મંજુર કર્યુ છે. આ કામ માટે વર્ષોથી સોમનાથના પૂર્વધારાસભ્ય જશાભાઈ બારડ, રાજશીભાઇ જોટવા, ઝવેરીભાઇ ઠક્કર સહિતના સક્રીય રહી રજૂઆતો કરતા હતા. જે અંતે સફળ થયેલા છે. 102 કરોડના ખર્ચે 40 કીમી લાંબી કેનાલ બનતા દરીયાકાંઠાની ખારાશ આગળ વઘતી અટકશે.

મુખ્‍યમંત્રીએ આ કેનલા બનાવવાના કામને મંજૂર કર્યું

વેરાવળ તથા સુત્રાપાડા તાલુકાના દરીયાઈ પટ્ટી વિસ્તારના ગામડાઓમાં દરીયાઈ ખારાસ આગળ વધતી હોવાથી સારી એવી જમીનો બંજર થઈ રહી હતી. જેના પગલે ઘણા સમયથી ખેડૂતોને પોતાની ખેતીમાં પારાવાર મુશ્કેલી ઉભી થતી હોવાની સાથે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે સમસ્‍યાના નિવારણ માટે ઘણા વર્ષોથી સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા સહિતનાએ પ્રથમ વખત સને.2007 માં રજુઆત કરેલી ત્‍યારબાદ તે અંગે સર્વે સહિતની કાર્યવાહી હાથ ઘરાયેલી હતી. બાદમાં યેનકેન દરીયાકાંઠાનો વિસ્‍તાર હોવાથી ખાસો સમય પસાર થયો હતો. જેમાં અંતે તાજેતરમાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કેનલા બનાવવાના કામને મંજૂર કર્યુ છે.

40 કિલોમીટર લાંબી કેનાલ રૂ.102 કરોડના ખર્ચે બનશે

જેમાં સ્‍થાનીક ભાજપના નેતાઓની વર્ષો જૂની રજુઆત મુજબ વેરાવળના આદ્રીથી કોડીનારના મુળ દ્રારકા સુધી 40 કિલોમીટર લાંબી કેનાલ રૂ.102 કરોડના ખર્ચે બનાવવાની રાજય સરકારએ મંજૂરી આપી જાહેરાત કરી છે. આ કેનાલ બની ગયા બાદ વેરાવળ તાલુકાનાં આદ્રી, વડોદરા ડોડીયા, નવાપરા, ડારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વડોદરા ઝાલા, લોઢવા, ધામળેજ વગેરે ગામડાઓના ખેડૂતોને મોટો ફાયદો થશે.

આ નિર્ણયથી ખેડૂતોની મુશ્‍કેલીનો અંત આવવાની સાથે ફાયદો થશે

ખેડૂતોના ખેતરોમાં વઘતી ખારાશ અટકી જવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ વઘશે. આ કેનાલ મુદે સોમનાથના પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ જયારે ઘારાસભ્ય હતા તે સમયે ખેડૂતોના હિતને ઘ્‍યાને રાખી અનેક વખત કેનાલના કામને લઈ રજુઆતો કરેલી હતી. આ કેનાલ મંજુર થતાં જશાભાઈ બારડે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાનો આભાર વ્યકત કરતા જણાવેલુ કે, ભાજપ સતત વિકાસના કામોને વેગ આપનારી છે. છેવાડાના ગામડે બેઠેલા ખેડૂતોની ચિંતા કરે છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોની મુશ્‍કેલીનો અંત આવવાની સાથે ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...