તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના 102 કેસ આવ્યા

વેરાવળ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જીલ્‍લામાં 3,675 લોકોનું કોરોના રસીકરણ કરાયુ

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં હતા. ઘણા દિવસો બાદ આજે ફરી કેસોની સંખ્‍યામાં મામુલી ઘટાડો નોંઘાયો છે.

જિલ્લામાં આજે નવા 102 નવા કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 23, સુત્રાપાડામાં 11, કોડીનારમાં 20, ઉનામાં 23, ગીરગઢડામાં 12, તાલાલામાં 13 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયેલ નથી. આજે પ્રથમ વખત રેકર્ડબ્રેક સારવારમાં રહેલા 115 દર્દીઓએ કોરોનાને માત આપી સ્‍વસ્‍થ થયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 65 હજાર 510 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 3,675 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

વેરાવળ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ કોરોનામુક્ત થતા ફરજમાં જોડાયા

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કોરોના સંક્રમણને અટકાવવા પગલા લેવામાં આવી રહ્યાં છે. લોકોએ પણ કોવિડની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ.

આરોગ્ય વિભાગનાં અધિકારી/કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. વેરાવળ અર્બન સેન્ટરના કર્મચારીઓ સારીયા ચેતન, સોલંકી ધર્મેશ, ચાંડપા જયદીપ, ચાવડા મુકેશ, રામચીરાગ, વાઢેર ઉત્તમ કોરોનાથી સંક્રમીત થતા તેઓ સારવાર મેળવી સ્વસ્થ થતા ફરી પોતાની આરોગ્ય ફરજ નિભાવી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ કોવિડની કામગીરી માટે ફરજ બજવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો