તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોરઠમાં કોરોનાનાં 102 કેસ, 140 દર્દી ડિસ્ચાર્જ, જિલ્લામાં 5,979 લોકોને રસી અપાઇ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં કોરોનાનાં કેસ ઘટી રહ્યાં છ. શનિવારે જૂનાગઢ જિલ્લામાં 61 અને ગિર-સોમનાથ જિલ્લામાં 41 કેસ નોંધાયાં હતાં, અને બન્ને જિલ્લાનાં 140 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં કુલ 5979 લોકોને રસી આપવામાં આવી હતી. સોરઠમાં કોરનાનનાં વળતા પાણી જોવા મળી રહ્યાં છે. દિનપ્રતિદિન કેસ ઘટી રહ્યાં છે. સોરઠનાં બન્ને જિલ્લામાં રોજગાર - ધંધા પણ ખુલ્લી રહ્યાં છે. શનિવારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં 61 કેસ સામે આવ્યાં હતાં.

જ્યારે 126 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. જયારે ગિર- સોમનાથ જિલ્લામાં 41 નવા કેસ અને 14 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. શનિવારે બન્ને જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું ન હતું. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં 2210 લોકો અને જિલ્લામાં 3769 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

પોરબંદરમાં 8 પોઝિટીવ દર્દી દાખલ છે જ્યારે ISO જનરલ વોર્ડમાં 24 દર્દી માંથી 8 દર્દી પોઝિટીવ છે ઉપરાંત સેમી આઇસોમાં 46 દર્દી દાખલ છે. 87 દર્દીમાંથી 60 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું મોત થયું છે. મહત્વની વાત એ છે કે, જે સમયે દાખલ દર્દીઓની સંખ્યા વધતા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...