તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ચાર જિલ્લાની 162 કોલેજોના 1,00,000 વિદ્યાર્થી વેક્સિનેશન માટે કરશે રજીસ્ટ્રેશન

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પરિવારના સભ્યોનું પણ રજીસ્ટ્રેશન કરાવશે, વેક્સિનેશન પહેલા રક્તદાન કરશે

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પણ કોરોના વેક્સિનેશન માટે માઇક્રો પ્લાનિંગ કરાયું છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનેશન અંગે વ્યાપક જન જાગૃત્તિ માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની જૂનાગઢ, ગિરસોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની 162 કોલોજોના સંચાલકો, આચાર્યો સાથે ઓનલાઇન મિટીંગ કરી વિદ્યાર્થીઓ દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાસ કરીને 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વેક્સિનેશન કરવાનું છે ત્યારે 162 કોલેજોના 1,00,000 છાત્રો પણ કોરોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી રસી લેશે. એટલું જ નહિ તેમના પરિવારના સભ્યોના રજીસ્ટ્રેશનની પણ જવાબદારી નિભાવશે. સાથોસાથ એનસીસી, એનએસએસના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઇ શેરી, મહોલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને તેમજ ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓને રસીકરણ અંગે જાણકારી આપી રસી લેવા પ્રેરિત કરશેે. દરેક છાત્ર પોતાની શેરી, વોર્ડના લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી ટોકન નંબર મેળવવા સુધીની કામગીરી કરશે.

એટલું જ નહિ જ્યારે વારો આવે ત્યારે લાભાર્થીને વેક્સિનેશન સેન્ટર સુધી પણ પહોંચાડશે. આ ઉપરાંત ખાસ કરીને એક બાજુ બ્લડની અછત ઉભી થઇ રહી છે. બીજી તરફ વેક્સિનેશ કર્યા બાદ 60 દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી. ત્યારે આવી સ્થિતીમાં વેક્સિનેશન કર્યા પહેલા રક્તદાન કેમ્પ કરી રક્ત એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સેવાકીય સંસ્થાના ચાલતા આઇસોલેશ સેન્ટર તેમજ ભોજન વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ જોડાઇ રાષ્ટ્ર સેવાનું કાર્ય કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો