તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મ સંમેલનની તૈયારી:10,000 બહેનો મહિને 15,000 કમાઇ શકે તેવું આયોજન કરાયું

જૂનાગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
કાર્યાલયના ઉદઘાટન વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. - Divya Bhaskar
કાર્યાલયના ઉદઘાટન વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
 • 7 માર્ચે જૂનાગઢમાં યોજાનાર બ્રહ્મ સંમેલનને લઇ તૈયારી
 • વેદોના મંત્રોચ્ચાર સાથે બનેલી પવિત્ર વસ્તુ લોકોના ઘરમાં આવશે

જૂનાગઢમાં 7 માર્ચે વિરાટ બ્રહ્મ સંમેલન યોજાવાનું છે જેમાં 1,00,000 ભૂદેવોની ઉપસ્થિતીનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. દરમિયાન સંમેલનની તૈયારીના ભાગરૂપે જૂનાગઢમાં દુર્ગાસેના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ તકે ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુ, સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સ્વામિ, ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ભાવેશભાઇ રાજ્યગુરૂ, પુનિતભાઇ શર્મા, દુર્ગાસેનાના રૂપલબેન લખલાણી તેમજ મોટી સંખ્યામાં ભૂદેવ ભાઇઓ, બહેનોની ઉપસ્થિતી રહી હતી.

આ તકે ભાવેશભાઇ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, 7 માર્ચે જૂનાગઢમાં બ્રહ્મ ચોયાર્સી કરવામાં આવશે જેમાં 1,00,000 ભૂદેવોની ઉપસ્થિતી રહેશે. આ તકે 10,000 મહિલાઓને પગભર કરવાનું લક્ષ્યાંક છે જે મહિને 15,000 કમાઇ શકે. આ માટે અમદાવાદથી 40 કિમી દૂર એક ફેકટરી સ્થપાશે જેનું 7 માર્ચે જૂનાગઢમાં મુક્તાનંદ બાપુના હસ્તે ભૂમિ પૂજન કરાશે. 1 વર્ષમાં તૈયાર થનાર આ ફેકટરીમાં ટૂથપેસ્ટથી લઇને ઘર વપરાશની 1,500 વસ્તુ બનશે જેનું વેંચાણ ગોરાણીઓ (ભૂદેવ મહિલાઓ) કરશે. ફેકટરીમાં યજ્ઞકુંડ રખાશે.

અહિં ભૂદેવોના વેદોના મંત્રોચ્ચાર અને આહુતિ સાથે વસ્તુનું ઉત્પાદન કરાશે. આમ, પવિત્ર વસ્તુ તમારા ઘરમાં આવશે. આ તકે મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ આશિર્વચન આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કે. ડી. પંડયા, મુકેશ મહેતા, ભરતભાઇ લખલાણી, આશિષ રાવલ, પી. સી. ભટ્ટ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો