તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાંધકામ મટિરીયલ્સમાં કરાયેલા તોતીંગ ભાવ વધારાના વિરોધમાં જૂનાગઢ કોન્ટ્રાકટ એસોસિએશને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. આ અંગે જૂનાગઢ કોન્ટ્રાક્ટ એસોસિએશનના પ્રમુખ આર. એમ. દાસા અને મંત્રી જેન્તીભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, સ્ટિલ, સિમેન્ટ, ડામર,પેટ્રોલ- ડિઝલ વગેરેમાં તોતીંગ ભાવ વધારો કરાયો છે. આ ભાવ વધારો ઉત્પાદકોએ કાર્ટેલ કરી કૃત્રિમ રીતે કર્યો છે. પરિણામે પીવીસીમાં 70 ટકા, એલ્યુમિનિયમમાં 30 ટકા, કોપરમાં 25 ટકા અને મજૂરીમાં 30 ટકાનો વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં 5 મોટી કંપની સિમેન્ટનું ઉત્પાદન કરે છે, છત્તાં ગુજરાતમાં સિમેન્ટની થેલીનો ભાવ 325 રૂપિયા છે જ્યારે અન્ય રાજ્યો કે જ્યાં સિમેન્ટનું ઉત્પાદન નથી અને ગુજરાતમાંથી સપ્લાય થાય છે ત્યાં ભાવ 250 રૂપિયા છે!
જ્યારે ડામરનો 1 મેટ્રીક ટનનો ભાવ 30,000 હતો તે વધારીને 45,000 રૂપિયા કરી દીધો છે. ત્યારે કૃત્રિમ ભાવ વધારાના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં 1 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે જૂનાગઢમાં 50 કોન્ટ્રાકટરની 100 સાઇટના 1,000 મજૂરો કામગીરીથી અળગા રહ્યા હતા. આ મામલે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપી ભાવ ઘટાડવા માંગ કરાઇ છે. જો ભાવ નહિ ઘટાડાય તો આગામી દિવસોમાં લડતની રણનિતી તૈયાર કરાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.