તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:72 ગામમાં 100 ટકા રસીકરણ, સીએમ ડેસ્કબોર્ડમાં 1 થી 5માં જૂનાગઢ જિલ્લો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ મહિના પહેલા જૂનાગઢ જિલ્લાનું સ્થાન 23 ક્રમની આસપાસ હતું

જૂનાગઢ જિલ્લાનાં 72 ગામમાં 100 ટકા રસીકરણ થયું છે. તેમજ વિવિધ કામગીરીમાં ઝડપી કામ થતા સીએમ ડેસ્કબોર્ડમાં જૂનાગઢ જિલ્લા 23 ક્રમે રહેતો હતો તે હવે 1 થી 5 ક્રમમાં આવી ગયો છે. સીએમ ડેસ્ક્બોર્ડ કામગીરીમાં જૂનાગઢ જિલ્લાની કામગીરીમાં ઝડપી સુધારો થતાં 1 થી 5ના રેન્ક પર જિલ્લાનું સ્થાન આવ્યું છે.

જૂનાગઢના કલેક્ટર રચિત રાજ દ્વારા જિલ્લામાં અરજીઓની પેન્ડન્સિ ઝીરો થાય તેમજ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજીઓનો નિકાલ થાય તેમજ વિવિધ કચેરીઓની કામગીરીનું સંકલન થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવતા જિલ્લાના ટીમ વર્ક થી એક -દોઢ મહિનામાં કામગીરીમાં ઝડપી સુધારો આવ્યો છે. આ તમામ કામગીરીમાં પહેલા જૂનાગઢ જિલ્લો 23 ક્રમ આસપાસ રહેતો હતો. હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ઝૂંબેશના ભાગરૂપે કામ થતાં 1 થી 5 મો ક્રમ આવ્યો છે. જિલ્લાના 72 ગામમાં 100 ટકા કોરોના રસીકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...