રસીકરણમાં સફળતા:જૂનાગઢ જિલ્લાના 504 પૈકી 443 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ, 9 તાલુકાઓમાં 12.51 લાખ લોકોને રસી અપાઈ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેકસીનનો ડોઝ લઇ રહેલ સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંત - Divya Bhaskar
વેકસીનનો ડોઝ લઇ રહેલ સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંત
  • જિલ્લામાં પ્રથમ ડોઝ 88.15 % અને બીજો ડોઝ 30 % લોકોને અપાય ગયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં રસીકરણની કામગીરી નોંઘપાત્ર રીતે આગળ ધપી રહી છે. જિલ્લા કલેકટર રચીત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, મ્યુ.કમિશ્નર તન્‍નાના માર્ગદર્શન હેઢળ જેમ બને તેમ શહેર અને જિલ્લામાં એકપણ વ્યક્તિ કોરોના ૨સીથી વંચિત ન રહી જાય તે માટે તમામ સ્‍તરે પ્રયત્નો કરાવામાં આવી રહ્યા છે. જેના ફળસ્વરૂપે જૂનાગઢ જિલ્લાના 504 પૈકી 443 ગામોમાં સંપૂર્ણ 100 ટકા રસીકરણ વેક્સિનેશનની કામગીરી તંત્ર દ્રારા પૂર્ણ કરવામાં આવી છે.

જયારે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ વેક્સિનેશનની કામગીરી અવિરત ચાલુ હતી. વરસતા વરસાદ અને વરસાદી માહોલમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોને વેકિસન આપવા સમયસર પહોંચી રહ્યા હતા. જેમાં અમુક વિસ્‍તારોમાં તો પાણીમાંથી ચાલીને પણ કર્મચારીઓ પોતાના નિયત કરાયેલા વેક્સિનેશન સેન્ટરો સુધી પહોંચી લોકોને કોરોનાની રસી આપી રક્ષિત કરવાની ફરજ બજાવી હતી. જેના કારણે સમગ્ર જૂનાગઢ જીલ્‍લામાં ગત સપ્‍ટેમ્‍બર માસ પૂર્ણ થયો ત્‍યાં સુઘીમાં કુલ 9,23,332 એટલે કે 88.15 ટકાને પ્રથમ ડોઝ અને 3,28,375 લોકોને કોરોના વેકસીનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

વેકસીન અંગે લોકોમાં જાગૃતતા લાવવા કલેકટર રચીત રાજ ખુદ બસમાં યાત્રીકો સાથે સંવાદ કરેલ
વેકસીન અંગે લોકોમાં જાગૃતતા લાવવા કલેકટર રચીત રાજ ખુદ બસમાં યાત્રીકો સાથે સંવાદ કરેલ

જીલ્‍લામાં ઘાર્મિક સ્‍થળોથી લઇ સમાજની વાડીઓ સહિતના સ્‍થળોએ પણ લોકોને માર્ગદર્શન કરી વેક્સિનેશનની કામગીરી અઘિકારીઓ દ્રારા કરવામાં આવી હતી. જયારે જૂનાગઢના પ્રખ્‍યાત ભવનાથ મંદિરે અધિકારીઓએ રૂબરૂ જઇ દર્શનાર્થીઓ અને સંતોને કોરોના વેક્સિન વિશે સમજાવી રસીકરણ કરાવવાની કામગીરી કરાવી હતી. આ સાથે ભવનાથના સંતો દ્વારા પણ દર્શનાર્થીઓને કોરોનાની રસી લેવા અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લો કોરોનામાંથી મુક્ત છે. પણ હવે ફરી કોરોનાના કેસ ન વધે તે માટે ન લોકોને કોરોના વેક્સિન લઇ લેવી જોઇ એ અને માસ્ક રજિયાત પહેરી રાખવા તંત્રએ અપીલ કરી છે.

વેકસીનની કામગીરી કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ
વેકસીનની કામગીરી કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ

જીલ્‍લામાં 30-9-21 સુઘીમાં થયેલ વેક્સિનેશનની કામગીરી

જૂનાગઢ જીલ્‍લામાં થયેલ વેક્સિનેશનની કામગીરીના આંકડા પર નજર કરીએ તો જૂનાગઢમાં ( પ્રથમ ડોઝ -88570 અને બીજો ડોઝ - 34559 : કુલ -1,23,129), ભેંસાણમાં ( પ્રથમ ડોઝ -62166 અને બીજો ડોઝ - 21254 : કુલ -83,420), કેશોદમાં ( પ્રથમ ડોઝ -1,44,898 અને બીજો ડોઝ - 54484 : કુલ -1,99,382), માળીયાહાટીનામાં ( પ્રથમ ડોઝ -1,45,767 અને બીજો ડોઝ - 51884 : કુલ -1,97,651), માણાવદરમાં ( પ્રથમ ડોઝ -98338 અને બીજો ડોઝ - 34682 : કુલ -1,33,020), માંગરોળમાં ( પ્રથમ ડોઝ -1,47,914 અને બીજો ડોઝ - 45675 : કુલ -1,93,589), મેંદરડામાં ( પ્રથમ ડોઝ -59075 અને બીજો ડોઝ - 24991 : કુલ -84,066), વંથલીમાં ( પ્રથમ ડોઝ -74605 અને બીજો ડોઝ - 27065 : કુલ -1,01,670), વિસાવદરમાં ( પ્રથમ ડોઝ -1,01,999 અને બીજો ડોઝ - 33,781 : કુલ -1,35,780) થયેલ છે. આમ, સમગ્ર જીલ્‍લામાં પ્રથમ ડોઝ 9,83,332 (88.15 ટકા) અને બીજો ડોઝ 3,28,375 મળી કુલ 12,51,707 વેકસીનના ડોઝ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...