તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:એમએ ફિલોસોફીનું 100 ટકા, અન્ય વિષયનું 90 ટકાથી વધુ પરિણામ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ એમએનું પરિણામ જાહેર કર્યું

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માર્ચમાં એમએનાં જુદા-જુદા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણા જાહેર થયું છે. એમએ(ફિલોસોફી)નું 100 ટકા પરિણામે આવ્યું છે. જ્યારે અન્ય વિષયનું પણ 90 ટકા થી વધુ પરિણા આવ્યું છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી એમએની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે,જેમા એમ.એ.(અર્થશાસ્ત્ર) 91.89 ટકા, એમ.એ (અંગ્રેજી)61.90 ટકા, એમ.એ. (ગુજરાતી) 78.06 ટકા, એમ.એ. (હિન્દી)97.67 ટકા, એમ.એ. (હિસ્ટ્રી)90.00 ટકા, એમ.એ. (હોમ સાયન્સ)92.86 ટકા, એમ.એ. (ફિલોસોફી)100 ટકા, એમ.એ.(સાયકોલોજી 98.46 ટકા, એમ.એ.(સંસ્કૃત)95.24 ટકા તથા એમ.એ.(સમાજશાસ્ત્ર 91.26 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલા પરિણામ અંગે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ તા. 8 જૂન 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અન્ય પરિણામ વહેલીતકે જાહેર કરી દેવામાં આવશે,તેમ કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...