મેઘરાજાની બેટીંગ:જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા વર્ષે 100 ટકાની હેટ્રિક

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગડુ પંથકમાં 10 ઇંચ વરસાદ, મેઘલમાં ઘોડાપુર - Divya Bhaskar
ગડુ પંથકમાં 10 ઇંચ વરસાદ, મેઘલમાં ઘોડાપુર
  • જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 100.30 ટકા વરસાદ: માંગરોળમાં 142 ટકા વરસાદ

જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. બે દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં સિઝનો 100 ટકા વરસાદ પડી ગયો છે. એટલું જ નહી સતત ત્રીજા વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100 ટકા વરસાદ થયો છે.

12 સપ્ટેમ્બર સુધીનાં જૂનાગઢ જિલ્લામાં 70 ટકા વરસાદ હતી. તેમજ મોટાભાગનાં ડેમ ખાલી હતાં. જિલ્લાનાં 17 પૈકી માત્ર બે જ ડેમ 100 ટકા ભરેલા હતાં. 12 સપ્ટેમ્બર રાત્રીનાં 12 વાગ્યેથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર અને જૂનાગઢમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. નદીઓ ગાંડી બની હતી. અા મેઘ સવારી 14 સપ્ટેમ્બરનાં બપોરનાં 2 વાગ્યા સુધી ચાલી હતી. બે દિવસમાં જૂનાગઢ જિલ્લાનો સિઝનનો 30 ટકા વરસાદ પડી ગયો હતો.

આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 100.30 ટકા વરસાદ થયો છે. એટલું જ નહી સતત ત્રીજા વર્ષે 100 ટકા વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષે 2019માં સિઝનનો 153.68 ટકા અને વર્ષ 2020માં 180.06 ટકા વરસાદ થયો હતો. ચાલુ વર્ષે પણ 100 ટકા વરસાદ નોંધાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...