તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની આજથી 100 ટકા હાજરી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જૂનાગઢ જિલ્લામાં 728 શાળાના 7,000 થી વધુ શિક્ષકો છે
 • ધોરણ 10 અને12 ની પરીક્ષાની તૈયારી માટે આજે બેઠક મળશે

જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તા. 9 ફેબ્રુઆરીથી શિક્ષકોને 100 ટકા હાજરી આપવા માટે આદેશ જારી કરાયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારના બદલે પૂર્ણ કરવાનો રહેશે. માટે પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોની 100 ટકા હાજરી રાખવાની રહેશે. શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષકોએ શાળામાં હાજર રહી સ્કૂલ એક્રિડિએશન, શેરી શિક્ષણનું મુલ્યાંકન, એકમ કસોટી ચકાસણી કરી તેની ડેટા એન્ટ્રી જેવી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે.

જ્યારે વિદ્યાર્થીઓને કોઇપણ સંજોગોમાં શાળાએ બોલાવવાના નથી. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 728 પ્રાથમિક શાળાઓમાં અંદાજે 7,000થી વધુ શિક્ષકો છે જેને 9 ફેબ્રુઆરી 2021થી 100 ટકા હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત 9 ફેબ્રુઆરી 2021ને સોમવારે સાંજના 4 વાગ્યે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બેઠક કરવામાં આવશે.

આ બેઠકમાં માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા તેમજ મે મહિનામાં લેવાનાર ધોરણ 10 (એસએસસી) અને ધોરણ 12 (એચએસસી) ની પરીક્ષાના આયોજનની તૈયારી કરવામાં આવશે. ખાસ કરીને કેન્દ્રો નક્કી કરવા, મધ્યસ્થ મુલ્યાંકનના સેન્ટર નક્કી કરવા, પ્રાયોગિક પરીક્ષાની બાબતે તૈયારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો