તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સુરત, રાજકોટ સહિતમાંથી 10 લોકો સોરઠમાં ઘુસ્યા

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને  અટકાવવા લોકડાઉન  જાહેર કરાયું હતું. જેમનો અમલ થઇ રહયો છે. પરંતુ અમુક લોકો બિનજરૂરી બહાર નિકળી રહ્યાં છે. તેમજ માસ્ક પણ પહેરતાં નથી. આ સાથે કોઇ પુર્વ મંજુરી વિના અન્ય જિલ્લા કે રાજયમાંથી પોતાના વતન આવી રહ્યાં છે. જોકે પોલીસે આ લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. સોરઠમાં વધુ 149 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. જૂનાગઢમાં માસ્ક કે હેન્ડ ગ્લોઝ ન પહેરનાર 4 લોકો સામે પોલીસે સીસીટીવીનાં આધારે  ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત સુરત,  રાજકોટ, લોધીકા, વાસદથી કોઇ મંજુરી વિના જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ કરનાર 10 લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. જયારે રાજકોટથી આવેલા બે લોકોએ હોમ કવોરેન્ટાઇનનો ભંગ કરતાં તેની સામે પણ ગુનો નોંધાયો હતો. આ સાથે બાઇક ચાલકને અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી સિગારેટનું પાકિટ મળી આવ્યું હતું. તેથી પોલીસે તેમની સામે પણ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ જૂનાગઢ જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર 149 લોકો સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો