વેબીનારનું આયોજન:કોરોનાની પર્યાવરણ પર અસર અંગે 10નવે. વેબીનાર યોજાશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાડલા ફાટક સ્થિત વિજ્ઞાન કોલેજનું આયોજન

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સલંગ્ન વાડલા ફાટક સ્થિત શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિજ્ઞાન કોલેજ દ્વારા એક વેબીનારનું આયોજન કરાયું છે. મંગળવાર 10 નવેમ્બર 2020ના સવારે 10:30 કલાકે આ વેબીનાર યોજાશે. ઓનલાઇન યોજાનાર વેબીનારમાં કોરોનાની પર્યાવરણ પર અસર વિષય પર ચર્ચા કરી જાણકારી અપાશે.

આ તકે મુખ્ય વક્તા તરીકે યુનિવર્સિટી ઓફ એઇઝુ જાપાનના ડો. સૌરભ શ્રીવાસ્તવ, ગુજરાત મેડીસીનલ પ્લાન્ટ બોર્ડ ગાંધીનગરના રિટાયર્ડ આઇએફએસ ડો. જગદિશ પ્રસાદ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદી,ગુજકોસ્ટ ગાંધીનગરના એડવાઇઝર ડો. નરોતમભાઇ શાહુ વગેરેની ઉપસ્થિતી રહેશે.આ ઓનલાઇન વેબીનારનું આયોજન ગુજકોસ્ટ ડિપાર્ટેમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરના સહયોગથી કરાયુ છે. વધુને વધુ અધ્યાપકો, છાત્રો તેમજ રસ ધરાવતા લોકોને આ વેબીનારનો લાભ લેવા કન્વીનર પ્રિ. ડો. દેવશી ઝાલા, કો. ઓ.સાવન ટાંક, પિષુષ વઘાસીયાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...