બચ્ચાને જન્મ:સક્કરબાગ ઝૂમાં એક જ દિમાં વરૂના વધુ 10 બચ્ચાનો જન્મ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માતા અને પુત્રી બન્ને એક સાથે પ્રેગનેન્ટ! માતાએ 6, પુત્રીએ 4 ને જન્મ આપ્યો
  • ​​​​​​​એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 21 બચ્ચાનો જન્મ, કુલ સંખ્યા 60 એ પહોંચી

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂના વધુ 10 બચ્ચાનો જન્મ થયો છે. આ સાથે એક વર્ષમાં રેકર્ડ બ્રેક 21 બચ્ચાનો જન્મ થયો હોય કુલ વરૂની સંખ્યા 60 એ પહોંચી છે. હજુ પણ 3 થી 4 માદા વરૂ પ્રેગનેન્ટ હોય જન્મની સંખ્યા વધી શકે છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગ ઝૂમાં 19 ડિસેમ્બરે વરૂના વધુ 10 બચ્ચાનો જન્મ થયો છે. પ્રગ્યા નામની માદા વરૂએ 6 બચ્ચાને જન્મ આપ્યો છે. જ્યારે અન્ય એક માદા વરૂ કે જે પ્રગ્યાની પુત્રી થાય છે તેણે 4 બચ્ચાને જન્મ આપ્યો છે.

માતા અને પુત્રી બન્ને પ્રેગનેન્ટ હતા અને બન્નેએ એક જ દિવસે બચ્ચાને જન્મ આપ્યો છે! દરમિયાન પ્રગ્યા નામની માદાએ ગત વર્ષે 5 બચ્ચાને જન્મ આપ્યો હતો જ્યારે આ વર્ષે 6 બચ્ચાને જન્મ આપ્યો છે. આમ, પ્રગ્યાએ બે વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને વરૂના 11 બચ્ચા આપ્યા છે. દરમિયાન એક વર્ષમાં વરૂના 21 બચ્ચાનો જન્મ થયો એ પણ એક રેકર્ડ છે. દરમિયાન હજુપણ 3 થી 4 માદા વરૂ પ્રેગનેન્ટ છે જેથી બચ્ચાના જન્મની સંખ્યા વધી શકે છે. જોકે, આ જન્મ જાન્યુઆરીમાં થવાની સંભાવના છે.

આ વર્ષે આ રીતે 21 બચ્ચાનો જન્મ
5 નવેમ્બરે 5 બચ્ચાનો જન્મ, 5 ડિસેમ્બરે 6 બચ્ચાનો જન્મ. જ્યારે 19 ડિસેમ્બરે પ્રગ્યાથી 6 અને તેની પુત્રીથી 4 મળી વધુ 10 બચ્ચાનો જન્મ થયો છે. આમ, એક વર્ષમાં વરૂના કુલ 21 બચ્ચાનો જન્મ થયો છે.

ત્રણ વર્ષમાં થયેલ જન્મ
વર્ષ 2019માં વરૂના 14 બચ્ચાનો જન્મ થયો હતો. 2020માં 7 બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે ચાલુ વર્ષ 2021માં 21 બચ્ચાનો જન્મ થયો છે.

કુલ સંખ્યા 60 એ પહોંચી
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વરૂની સંખ્યા 39ની હતી. 5 નવેમ્બરે 5 જ્યારે 5 ડિસેમ્બરે 6 અને 19 ડિસેમ્બરે 10 બચ્ચાનો જન્મ થતા કુલ સંખ્યા 60 એ પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...