5 લાખના ચેક રિટર્ન કેસમાં જૂનાગઢ કોર્ટે 10 લાખનું વળતર ચૂકવવા સાથે 2 વર્ષની સજાનો ચૂકાદો આપ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના રેખાબેન નારીયા પાસેથી યોગેશભાઇ પરસોત્તમભાઇ ભાડજાએ 5 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. બાદમાં આ રકમ સામે યોગેશભાઇએ 5,00,000નો ચેક આપ્યો હતો જે ચેક બેન્કમાં ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થયો હતો.
આ અંગે રેખાબેને જૂનાગઢ કોર્ટમાં વકિલ મનોજભાઇ દવે દ્વારા કેસ કર્યો હતો. આ કેસ જૂનાગઢ કોર્ટના એડિશ્નલ ચિફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ લીંબાચીયાની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા અને ધારાશાસ્ત્રી મનોજભાઇ દવેની ધારદાર દલીલોને ધ્યાને લઇ મેજીસ્ટ્રેટે ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં કોર્ટે આરોપી યોગેશભાઇ ભાડજાને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. ઉપરાંત 5 લાખના ચેક સામે ફરિયાદીને 10 લાખનું વળતર ચૂકવવા પણ આરોપીને આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.