એજ્યુુકેશન:કોડીનારમાં 10,જૂનાગઢમાં 9, ગિરગઢડામાં 1 કોપીકેસ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નરસિંહ યુનિવર્સિટીની પરીક્ષા: બીજા દિવસે 20 કોપીકેસ
  • પરિક્ષામાં​​​​​​​ કુલ 30,767માંથી 626 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના બીજા દિવસે 20 કોપીકેસ થયા હતા. જ્યારે કુલ 30,767માંથી 626 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિવિધ 80 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-3 ની રેગ્યુલર તથા એક્સટર્નલ ઓફલાઈન પરીક્ષા યોજાઇ રહી છે.

પરીક્ષાના બીજા દિવસે બીએ, બીએ (હોમ સાયન્સ), બીકોમ,બીએસસી, બીએસસી (હોમ સાયન્સ), બીબીએ, બીસીએ, બીએસસી(ફોરેન્સિક સાયન્સ), બીએસસ (આઈટી), બીએસડબલ્યુ, બીઆરએસની પરીક્ષામાં કુલ 30,767 વિદ્યાર્થીઓમાંથી 626 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.બીજા દિવસના અંતે કોડીનાર ખાતે 10, જૂનાગઢ ખાતે 9 તથા ગીરગઢડા ખાતે 1 મળીને કુલ 20 કોપીકેસ નોંધાયા હતાં.

જેમાં સમાજશાસ્ત્ર, ઇકોનોમિકસ, ગુજરાતી, બીબીએ અને બીસીએમાં કોપીકેસ નોંધાયા હતાં. ખાસ કરીને પરીક્ષા દરમિયાન થનાર ચોરીના દુષણને દૂર કરવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોશીયાર વિદ્યાર્થીઓને પરીક્ષા ચોરીના કારણે નુકશાન ન થાય તે માટે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું પણ પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...