સોરઠ પંથકમાં પોલીસે જુગારીઓ પર ઘોંસ બોલાવવાનું શરૂ કર્યું છે અને જૂનાગઢ શહેર તેમજ કેશોદ ના અજાબ ગામે જુગાર ચાલી રહ્યોં હોવાની બાતમી મળતા જ પોલીસે રેઇડ કરી હતી અને જુગારીઓને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
જૂનાગઢમાં જુગાર રમતાં મુના અબલાભાઈ બ્લોચ, સલીમ બાબુભાઇ થઇમ, અમીન સીદીકભાઈ શેખ, યુનુસ શરીફભાઈ સમાને રૂ.4760ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે કેશોદ પંથકના અજાબ ગામે પણ પોલીસે જુગાર રેઇડ કરી હતી અને પ્રકાશ ઉર્ફે ચીથરૂ રાજાભાઈ કરગઠીયા, અમિત માંડાભાઈ વાજા, મેહુલ જગદીશભાઈ સરવૈયા, રમેશ પોલાભાઈ કેશવાલા, ધવલ મોહનભાઇ બગીયા, મનજી પોલાભાઈ કેશવાલા, અમિત સંજયભાઈ ધોડાદરા, જયેશ છગનભાઈ ડાભી, જયેશ નાનજીભાઈ ડાભી, ભરત ભાણજીભાઈ સગારકાને ઝડપી લીધા હતા. રૂ.16,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.