તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્ર્મણ:ડોરટુ ડોર ગાર્બેજ કલેકશનના 10 કર્મચારી કોરોના સંક્રમિત

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાના, જેના ઘરે કોરોના દર્દી હોય તે હાથે કચરો નાંખે

લોકોની તેમજ દવાખાનાની ઘોરબેદરકારીના કારણે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના 10 કર્મી કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે દવાખાના વાળા તેમજ જેના ઘરે કોરોના પોઝિટીવ દર્દી હોમ આઇસોલેશન હોય તે જાતે જ ગાડીમાં કચરો નાંખે તેવી માંગ કરાઇ છે.

આ અંગે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના કર્મી રસીકભાઇ દાફડા અને પકાભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, અમારે ત્યાં 70 થી વધુ ડ્રાઇવરો છે તેમજ 70 થી વધુ કર્મીઓ ડોર ટુ ડોર કચરો કલેકશન કરે છે. દરમિયાન અમુક દવાખાના કે જ્યાં કોવિડના દર્દીની સારવાર થઇ રહી હોય તે દવાખાના વાળા તેમજ જેમના ઘરે કોરોનાના દર્દી હોમ આઇસોલેટેડ હોય તેવા લોકો પણ કચરો નાંખવા આવે ત્યારે કેતા નથી.

પરિણામે આવો કચરો લઇ ગાડીમાં ખાલી કરવાના કારણે 5 ડ્રાઇવર અને 5 કર્મીઓ કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે આવા દવાખાના વાળા તેમજ કોરોના દર્દીની ઘરે સારવાર કરનાર લોકો જાતેજ કચરો નાંખી દે અને જાણ કરે જેથી અન્ય કર્મીઓ કોરોના સંક્રમિત ન બને. કર્મીઓ સેનેટાઈઝ કરે છે અને ગ્લોવ્ઝ પણ પહેરે છે પરંતુ કચરામાં આવતા કાચ વગેરેના કારણે મોજા ફાટી જતા કોરોના સંક્રમણનો ભોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો