જામીન અરજી:પ્રેમિકાના રૂપિયા વાપરી મરવા મજબૂર કરનારને 10 દિવસના જામીન જોતા તા

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના એક શખ્સે એક યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેનું એટીએમ કાર્ડ લઇ રૂપિયા વાપરી નાંખી બાદમાં પોતે પરિણીત હોવાનું કહીને તેને તરછોડી દેતાં તેણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવમાં આરોપીએ 10 દિવસના વચગાળાના જામીન માટેની અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. જૂનાગઢની નવી કલેક્ટર કચેરી પાછળ રોયલ પાર્ક ઘાંચી પ્લોટ વિસ્તારમાં રહેતા સીમર મહમદરફીકભાઇ જાડેજા (ઉ. 34) નામના શખ્સે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેના એટીએમ અને ક્રેડીટ કાર્ડ પોતાની પાસે રાખી લઇ તેમાંથી રૂપિયા ઉપાડીને વાપરી નાંખ્યા હતા.

બાદમાં પોતાની પત્નીથી છૂટાછેડા લેવાનું કહી એ બહાને જૂનાગઢ બોલાવી હતી. અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આથી યુવતીએ તા. 4 ઓક્ટો. 2019 ના રોજ રાત્રે સમીરને ઘેરેજ ઘઉંમાં નાખવાનો પાવડર પી આપઘાત કરી લીધો હતો. આથી સમીર સામે યુવતીને મરવા મજબૂર કરવા, છેતરપિંડી કરવા અને એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. હાલ તે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે છે. તેણે પોતાના વકીલ મારફત 10 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.

જેમાં એવું કારણ જણાવ્યું હતું કે, પોતાની માતા બિમાર હોઇ અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ કરાવવું પડે છે. વળી પોતાના માતા-પિતાના તલ્લાક થઇ ગયા છે. આથી તેઓ અલગ રહેતા કોઇ ઘરની જવાબદારી છે. જોકે, તેની સામે સરકારી વકીલ એમ. પી. વાઘેલાએ એવી દલીલ કરી હતી કે, જો તેને જામીન અપાય તો તે ફરિયાદી, સાક્ષીને ડરાવી ધમકાવીને પુરવા સાથે ચેડાં કરે એવી શક્યતા છે. આથી ચોથા એડી. સેશન્સ જજ બીજા ચંદુભાઇ ઠક્કરે આરોપીની અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...