જનતાને હાલાકી:જૂનાગઢમાં સીટી બસ શરૂ કરવા મનપાને 10 દિનું અલ્ટિમેટમ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય નહિ થાય તો આંદોલનની આપની ચિમકી
  • લાંબા સમયથી સીટી બસ સેવા બંધ હોઇ જનતાને હાલાકી

જૂનાગઢ શહેરમાં લાંબા સમયથી સીટી બસ સેવા બંધ છે. પરિણામે જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને લોકોને મોંઘા ભાવની મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે. ત્યારે આમ આદમી પાર્ટીના જૂનાગઢ શહેર પ્રમુખ ચેતનભાઇ ગજેરાની આગેવાનીમાં આપના કાર્યકરોએ મેયર ધીરૂભાઇને મળી સત્વરે યોગ્ય કરવાની માંગ કરી છે.

દરમિયાન દિવસ 10માં સીટી બસ સેવા શરૂ નહિ થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપ દ્વારા ચિમકી ઉચ્ચરાઇ છે.આ તકે વિજય ચાવડા, પ્રદિપ જેઠવા, હિરેન કારિયા, હરેશ મશરૂ, સાજીદ હાલા, સુનિલ રામચંદાની, મહેશ મારૂ, કૃણાલ સોલકી વગેરેની ઉપસ્થિતી રહી હતી .

અન્ય સમાચારો પણ છે...