અકસ્માત:સાબલપુર ચોકડી નજીક બાઈક અકસ્માત ,1 યુવાનનું મોત થયું

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પથ્થર સાથે બાઈક અથડાયું
  • રાત્રીના ​​​​​​​સમયે બન્યો બનાવ,1ને ઈજા

સાબલપુર ચોકડીથી ધોરાજી જતા રોડ પર બાઈક અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ઈજા પહોંચી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ધોરાજી પંથકના ભુખી ગામે રહેતાં અશોકભાઈ સાદુરભાઈ મેર અને તેમના મિત્ર રાજેશભઈ હંસરાજભાઈ જાદવ બંને રાજેશભાઈનું બાઈક લઈ અશોકભાઈનાં બહેનને ત્યાંથી રાત્રીના સમયે નીકળ્યા હતા. અને સાબલપુર ચોકડીથી ધોરાજી જતા રોડ નવા બની રહેલા બાયપાસના પુલ પાસે રાજેશભાઈએ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક પથ્થર સાથે અથડાયું હતું. જેથી અશોકભાઈને ઈજા પહોંચી હતી. જ્યારે રાજેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...