કાર્યવાહી:1 વર્ષ પહેલાં દારૂના ગુનામાં બુટલેગરને આગોતરા ન મળ્યા

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1.63 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો

વંથલી તાલુકાના નાંદરખી ગામના એક શખ્સ સહિતના લોકો સામે એક વર્ષ પહેલાં 1.63 લાખના વિદેશી દારૂની હેરાફેરીના ગુનો નોંધાયો હતો. એક આરોપીએ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

વંથલી તાલુકાના નાંદરખી ગામના નારણભાઇ કલાભાઇ ભરાઇ (ઉ. 21) સામે ગત વર્ષે જુનાગઢના સી ડિવીઝ પોલીસ મથકમાં રૂ. 1.63 લાખના દારૂનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેણે પોતાના વકીલ મારફત આગોતરા જામીન માટેની અરજી કરી હતી.

જેમાં સરકારી વકીલ નિ રવ પુરોહિત એવી દલીલ કરી હતી કે, પ્રોહીબીશનમાં ગુના આદરવાની ટેવ ધરાવનારને આગોતરા જામીન આપી શકાય નહીં. વળી આ કેસમાં ચાર્જશીટ થઇ ગઇ છે. આમ છત્તાં સહ આરોપીઓ હજુ ફરાર છે. આથી આરોપીની તપાસ બાકી છે. જેને ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન ચુડાવાલાએ માન્ય રાખી આરોપીની આગોતરા અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...