તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂની સિવીલ હોસ્પિટલ પાસેથી રૂા. 25,000 ભરેલા થેલાની ચિલઝડપ કરનાર 2 પૈકી 1 શખ્સને પોલીસે બાઇક સાથે ઝડપી લીધો હતો. જ્યારે 25,000 લઇ નાસી જનાર અન્ય શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ચૂંટણીને લઇ રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે. દરમિયાન એમજી રોડ પરની કાપડની દુકાનમાં કામ કરતા ધીરૂભાઇ મોરારજીભાઇ પીઠવા આંગડિયા પેઢીમાંથી 25,000 લઇને જૂની સિવીલ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો રૂપિયા 25,000 ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા એ ડિવીઝન પોલીસ સ્ટાફે તુરત દોડી આવી એક આરોપી સુખનાથ ચોક વિસ્તારના એજાજ ગફારભાઇ ભટ્ટીને મોટર સાઇકલ સાથે ઝડપી લીધો હતો.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.