સાર્વત્રિક મેઘમહેર:જૂનાગઢના તમામ તાલુકાઓમાં 1 થી 6 ઇંચ વરસાદ વરસ્યો, સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો થતા 7 દરવાજા ખોલાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અન્ય બે ડેમો પણ ઓવરફ્લો થતા દરવાજા ખોલવા પડ્યા

જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રી દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે દિવસભર જિલ્લાના નવેય તાલુકાઓમાં ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાત્રીથી લઈ આજે બપોરના 12 સુધીમાં જિલ્લાનાં વિસાવદરમાં 6 ઈંચ, મેંદરડામાં 3 ઈંચ, જૂનાગઢ- કેશોદ અને વંથલીમાં 2-2 ઈંચ જેવો વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે અનેક નદીઓમાં ધોડાપૂર આવ્યાં છે. જેથી ઓઝત નદી ઉપર આવેલો જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓઝત-2 ના 7 દરવાજા ખોલવા પડેલ જ્યારે સાબલી, આંબાજળ ડેમ પણ ઓવરફલો થયા છે. જેથી આ ડેમોની હેઠળ આવતા નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

નદી-નાળા ઓમાં નવા નીરની ધીંગી આવક
જૂનાગઢ જિલ્લામાં બેએક દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોય તેમ તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો. દરમ્યાન ગતરાત્રીથી ફરી મેઘરાજાએ પધરામણી કરી ધીમીધારે જિલ્લાના નવેય તાલુકાઓમાં સમયાંતરે પધરામણી કરી હેત વરસાવ્યું હતું. જેના લીધે ગતરાત્રીના 12 થી લઈ આજે બપોરે 12 સુધીમાં નવેય તાલુકાઓમાં છુટોછવાયો 1 થી 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના કારણે નદી-નાળા ઓમાં નવા નીરની ધીંગી આવક થઈ રહી હોવાથી ડેમો ભરાવવા લાગ્યા છે.

જિલ્લાના ત્રણ ડેમો ઓવરફ્લો
જિલ્લામાં આવેલા ગીરનાર જંગલ અને તેની આસપાસના તાલુકાઓમાં ઘણા દિવસોથી સતત વરસતા ભારે વરસાદના લીધે ઓઝત નદીમાં પુર આવ્યું હતું. જેના પગલે આ નદી ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થયા છે. નેમ ઓઝત નદી ઉપર આવેલો જિલ્લાનો સૌથી મોટા ઓઝત-2 ડેમમાં પાણીની ભરપુર આવક થતા પ્રથમ 4 બાદ વધુ 3 મળી હાલ 7 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેમાં હજારો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ ડેમ 16 ગામોની સિંચાઈ માટે જરૂરીયાત પુરી કરે છે. આ ઉપરાંત ખોરાસા(આહીર) પાસે આવેલા સાબલી ડેમનાં 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. જ્યારે ઓઝત શાપુર વિયર ડેમ 2.50 મીટર ઓવરફલો થયો છે. વિસાવદરમાં આવેલા આંબાજળ ડેમ ઓવરફ્લો થતા એક દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. આ ત્રણેય ડેમો ઓવરફલો થતા તેની હેઠળ આવતા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...