રાતોરાત નિમણુંક:જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં 1 રેડીયોલોજીસ્ટની નિમણૂંક કરાઇ

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવીલમાં સોનોગ્રાફી માટે 1 મહિનાનું વેઇટીંગના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા

સોનોગ્રાફી માટે 1 મહિનાનું વેઇટીંગ લીસ્ટ હોવાના દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ આખરે જૂનાગઢની સિવીલમાં 1 રેડીયોલોજીસ્ટની રાતોરાત નિમણુંક કરાઇ છે. એટલું જ નહિ વધુ ભરતી માટે ગાંધીનગર અને ભાવનગરમાં સતત લેખીત અને મૌખિક રજૂઆતો કરાઇ રહી છે. પરિણામે ટૂંક સમયમાં વધુ રેડીયોલોજીસ્ટની નિમણુંક થવાની આશા બળવતર બની છે.

જૂનાગઢની સિવીલમાં રેડીયોલોજીસ્ટ તરીકે કોઇ ટકતું ન હોય સોનોગ્રાફી કરાવવા માટે 1 મહિનાનું લાંબુ વેઇટીંગ લીસ્ટ રહેતું હોવાની દર્દી પાસેથી વિગત જાણવા મળી હતી. દિવ્ય ભાસ્કરે તપાસ કરી લોકોની સમસ્યાને વાચા આપવા વ્યવસ્થિત અહેવાલ બનાવી પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે સિવીલમાં 1 રેડીયોલોજીસ્ટની તુરત નિમણુંક કરાઇ છે.

આ અંગે સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું કે, 1 રેડીયોલોજીસ્ટની નિમણુંક કરવા માટે એપોઇમેન્ટ અપાઇ ગયું છે. રેડીયોલોજીસ્ટ ગુરૂવારથી જ ચાર્જ સંભાળી લેશે. આ ઉપરાંત વધુ રેડીયોલોજીસ્ટની ભરતી કરવામાં આવે તે માટે ગાંધીનગર અને ભાવનગર ખાતે સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે.

પરિણામે નજીકના સમયમાં જ વધુ રેડીયોલોજીસ્ટની ભરતી થવાની શક્યતા નકારી શકાય નહિ. આમ, સોનોગ્રાફી માટેના લાંબા વેઇટીંગને ઘટાડવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...