વિધાનસભા સંગ્રામ 2022:સોરઠ જૂનાગઢ જિલ્લામાં 1 નવો ચહેરો, 3 રિપીટ, 1 કોંગ્રેસમાંથી : ગીર-સોમનાથ જિલ્લામાં 2 નવા ચહેરા, 1 કોંગ્રેસમાંથી, 1 રિપીટ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે 9 બેઠકોમાં મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિનાં આગેવાનોને સાચવી લીધા : હવે કોંગ્રેસ તરફ સૌની મીટ
  • બિન પટેલની ગણાતી જૂનાગઢ બેઠક પર કડવા પટેલ સંજય કોરડીયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો.
  • સતત 6 વખત જીતેલા મશરૂ અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ કપાયા

જૂનાગઢની 5 અને ગીર સોમનાથ જિલ્લાની 4 એમ કુલ 9 બેઠક પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં 2 તાજેતરમાં અને 1 બે વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. પણ તેઓને ટિકીટ આપવામાં આવી છે. આ સાથેજ સોરઠના રાજકારણમાં હવે કોંગ્રેસમાંથી સામે કોણ લડશે એની અટકળો અને સમીકરણો માંડવાની કવાયતો શરૂ થઇ ગઇ છે. જોકે, હજુ જે લોકોની ટિકીટ કપાઇ છે તેઓનું વલણ કેવું રહેશે અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી બાકી રહેલી બેઠકો પર કોને લડાવે છે એ તરફ સૌની મીટ મંડાઇ છે.

સોરઠમાં ભાજપે એક પણ મહિલાને ટિકીટ નથી આપી
ભાજપે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નો રિપીટ થિયરી હેઠળ નવા ચહેરા અને દરેક જિલ્લામાં એક મહિલાને ટિકીટ આપવાનો નિર્ણય કર્યો છે. અને એ મુજબ જ ટિકીટની ફાળવણી કરી છે. પરંતુ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ તેમાંથી બાકાત રહી ગયા છે. જ્ઞાતિનાં સમીકરણો અને કોંગ્રેસમાંથી લીધેલા આગેવાનોને ટિકીટ આપવાને પગલે કદાચ આ વાતનો અહીં અમલ થયો નથી. જૂનાગઢ અને કોડીનાર બેઠક પર નવા ચહેરા આવ્યા. પણ બેમાંથી એકેય બેઠક પર મહિલાને ટિકીટ નથી અપાઇ. બંને જિલ્લાની 9 પૈકી માણાવદર, વિસાવદર અને તાલાલા બેઠક તો એવી છે જેના ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ભાજપમાં લીધા છે. ટૂંકમાં, જ્ઞાતિઓને સાચવવામાં મહિલાને પ્રતિનિધીત્વની વાતનો અહીં છેદ ઉડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...