કોરોનાનો કહેર:જૂનાગઢ શહેરમાં વધુ 1 કોરોના પોઝિટીવ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં કોરોના મહામારીની વધતી જતી રફતાર
  • 25 દિવસમાં 28 કેસ નોંધાયા
  • દૈનિક 1.12ની ટકાવારી
  • 2 દિવસથી કોરોનાનો ઝાંઝરડા રોડ પર મુકામ
  • મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
  • રાજકોટ સારવારમાં હતા અને સેમ્પલ લીધા હતાં

જિલ્લામાં કોરોના મહામારીની વધતી જતી રફતાર ચિંતાજનક છે. અત્યાર સુધીના કોરોનાના કેસ પર નજર કરીએ તો 25 દિવસમાં 28 કેસ નોંધાયા છે. આમ, દૈનિક કેસ નોંધાવાની ટકાવારી 1.12ની રહી છે. દરમિયાન છેલ્લા 2 દિવસથી જાણે કોરોનાએ ઝાંઝરડા રોડ પર મુકામ કર્યો હોય તેમ સતત બીજા દિવસે કોરોના પોઝિટીવ કેસ આવ્યો છે. ગુરૂવારે 34 વર્ષિય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યા બાદ શુક્રવારે 54 વર્ષિય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. ઝાંઝરડા રોડ પર હરિઓમ નગર સ્થિત હનુમંત ગ્લોરી એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ રાજકોટ ખાતે સારવાર લઇ રહેલા 54 વર્ષિય મહિલાના રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી સેમ્પલ લેવામાં આવેલ હતા જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ આ મહિલા રાજકોટ ખાતે સારવાર લઇ રહી છે પરંતુ નવો કેસ આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધીએ નવું જાહેરનામું બહાર પાડી કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન જાહેર કર્યા છે.

એકી, બેકીનું પાલન ન કરનાર દુકાનદારો સામે કાર્યવાહી
કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અમલી હોય તેમ છતાં અમુક લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. જોકે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં વધુ 70 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગેની જાણવા મળતી વિગત લોકડાઉન 4 માં નિયમ મુજબ છુટછાટ અપાઇ છે. પરંતુ અમુક લોકો નિયમોનું પાલન કરતાં નથી. વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અમુક દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોય. આ ઉપરાંત એકી - બેકી મુજબ દુકાનો ખોલવાની હોય તેમ છતાં અમુક દુકાનદારો દુકાનો ખુલ્લી રાખતા હોય તેમજ માસ્ક ન પહેરતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ વિસ્તાર કન્ટેઇનમેન્ટ 
વોર્ડ નંબર 7માં ઝાંઝરડા રોડ પર આવેલ હનુમંત ગ્લોરી - 1 એપાર્ટેમન્ટ, જીવનધારા પાર્ક, બાજુમાં આવેલ ખોડીયાર કૃપા મકાન સહિત 12 મકાનોના 52 લોકોનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે. 

રિકવરી રેટ આ રહ્યો 
કોરોના પોઝિટીવ 28 કેસમાંથી 12 રિકવર થાય છેે જેમાં 8 પુરૂષ અને 4 સ્ત્રીનો સમાવેશ થાય છે. આમ, કુલ 12 કેસના 66.66 ટકા પુુરૂષ અને 33.34 ટકા સ્ત્રી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. 

હજુ 306 નો રિપોર્ટ પેન્ડીંગ
શુક્રવારે 1 કેસ પોઝિટીવ આવ્યો છે જ્યારે 115નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. દરમિયાન 157 શુક્રવારના મળી કુલ 306 કેસનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.

કેસની ટકાવારી 
કોરોના પોઝિટીવના કુલ 28 કેસમાં 17 પુરૂષ અને  11 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ કેસના 60.71 ટકા પુુરૂષ અને 39.29 ટકા સ્ત્રી કોરોનાના સંક્રમણથી ગ્રસિત બન્યા છે. 

25 જૂન સુધી જાહેરનામું
29 મેના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટે કન્ટેઇનમેન્ટ અને બફર ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું છે જે 25 જૂન સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાશે.

આ વિસ્તાર બફર ઝોન 
વોર્ડ નંબર 7માં આવેલ ઝાંઝરડા રોડ પરનું  હનુમંત ગ્લોરી - 2 એપાર્ટમેન્ટ, જીવનધારા પાર્ક, રાધિકા પાર્ક સોસાયટી, બંસી બંગ્લોઝ, હરિઓમ નગર - 2, જલારામ પ્રોવિઝન સ્ટોર, શ્રીજી બંગ્લોઝ, નોબલ ફ્લોરા રેસીડેન્સીની ચારેય વિંગના 138 મકાનોના 587 લોકોના બફર ઝોનમાં સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...