ઉજવણી:1 કિમી લાંબી પરશુરામ દાદાની શોભાયાત્રા

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ ફ્લો્ટસ, બહેનોએ તલવાર દાવ રજૂ કર્યા

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો 3 મે અખાત્રીજના પાવન પર્વે જન્મ થયો હોય તેમના પ્રાગટ્ય મહોત્સવની જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ટ્રસ્ટ(સંગઠન) દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. આ તકે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદ બાપુના અધ્યક્ષસ્થાને તળાવ દરવાજા સ્થિત નાગનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નિકળી હતી.

આ શોભાયાત્રામાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રના પ્રમુખ છેલભાઇ જોશી, ભાજપ મહામંત્રી શૈલેેષભાઇ દવે, અશોકભાઇ ભટ્ટ, કે.઼ડી.પંડ્યા, મહેશભાઈ જોષી, હસુભાઈ જોષી, મનોજભાઈ જોષી સહિતના બ્રહ્મ અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.

1 કિમી લાંબી શોભાયાત્રામાં પરશુરામજીના જીવન ચરિત્રને દર્શાવતા અનેક ફ્લોટ રજૂ થયા હતા તેમજ બહેનોએ તલવાર બાજી કરી વિરતાનું પ્રદર્શન કર્યું હતું. બાદમાં રેલી બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડમાં સંપન્ન થતા તમામ ભૂદેવોએ સાથે બ્રહ્મ ભોજન લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, વિશાલ જોષી, પી.સી. ભટ્ટ તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...