તપાસ:વાહન હડફેટે 1નું મોત, વાહન ચાલક થયો ફરાર

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ- માધવપુર હાઈવે રોડ પર બન્યો બનાવ

માંગરોળ- માધવપુર હાઈવે પર એક યુવાન ચાલીને જઈ રહ્યો હતો. એ સમયે પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. અને મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. અકસ્માત બાદ ચાલક નાસી જતા શીલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

શીલમાં રહેતા મેણસીભાઈ વીરાભાઈ પંડીતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ ચાલીને માંગરોળ- માધવપુર હાઈવે રોડ સિવિલ હોસ્પિટલનાં સામેનાં વિસ્તારમાંથી જઈ રહ્યાં હતા. એ સમયે વાહન ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી હટફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...