તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શહેરનાં દાતાર રોડ પરથી 72 હજારના દારૂ સાથે 1 ઝડપાયો

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંધ મકાનમાં દારૂ સગેવગે કરે તે પહેલા પોલીસ ત્રાટકી
 • પોલીસે બાઇક, મોબાઇલ સહિત 97,500નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ એલસીબીએ દાતાર રોડ વિસ્તારમાંથી દારૂ સહિત 97,500ના મુદ્દામાલ સાથે 1 શખ્સને ઝડપી લીધો છે. શહેરમાં દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબીએ તપાસ હાથ ધરી છે. દરમિયાન બાતમી મળી કે, નીચલા દાતાર ખાતે રહેતો આમીર ઇકબાલ કુરેશી અને મયુદિન ઉર્ફે ટાલીયો અદ્રેમાન મકરાણીએ દારૂનો જથ્થો મંગાવ્યો છે.

આ દારૂ નીચલા દાતાર પાસેના નવા પુલ નજીકના બાબુ મુસાના બંધ મકાનમાં રાખવામાં આવ્યો છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડામાં 72,000નો દારૂ, મોટર સાઇકલ કિંમત રૂા. 20,000 અને મોબાઇલ ફોન કિંમત રૂા. 5,500નો મળી કુલ 97,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બાદમાં હાજર મળી આવેલ અને નહિ મળી આવેલાની સામે એ ડિવીઝનમાં પ્રોહિબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં દારૂની હેરાફેરી કરનાર પર પોલીસે ઘોંસ બોલાવી છે. પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો