હેલ્થ:1 દિવસના વિરામ બાદ ફરી કોરોનાનો 1 કેસ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 6 કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ 13 લોકોનો સમાવેશ

જૂનાગઢ જિલ્લામાં 1 દિવસના વિરામ બાદ ફરી કોરોનાનો 1 કેસ નોંધાયો છે. જ્યારે હજુ 6 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 13 લોકોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લામાં શનિવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જોકે, એક દિવસના વિરામ બાદ રવિવારે ફરી 1 કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. આ કેસ કેશોદ તાલુકામાં આવ્યો છે.

સામે કેશોદ તાલુકામાં 1 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયો છે. દરમિયાન જિલ્લામાં હજુ 6 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 6 ઘરના 13 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની કામગીરી કરાઇ રહી છે.

રવિવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 1,469 લોકોને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 10,747 મળી એક જ દિવસમાં કુલ 12,216 લોકોને વેક્સિન અપાઇ છે. ત્યારે કોરોના સંક્રમણથી બચવા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા તેમજ વેક્સિનના બાકી ડોઝ લઇ લેવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...