તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વીજશોક લાગતા 1 વાછરડી, 2 ગાયના અરેરાટી ભર્યા મોત

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં વ્હેલી સવારે બની દુર્ઘટના
  • પીજીવીસીએલના કેબલમાં ફોલ્ટ થતા બનાવ બન્યો

શહેરના કાળવા ચોક નજીક આવેલ વિશાલ ટાવર પાસે ઇલેકટ્રીક શોક લાગતા 1 વાછરડી, 2 ગાયના અરેરાટી ભર્યા મોત થયા હતા. પવિત્ર શ્રાવણ માસમાં જ આ દુર્ઘટના બનતા ગૌપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો હતો. આ અંગે જૂનાગઢ મનપાની સ્ટ્રીટ લાઇટ શાખાના અધિકારી હાજાભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શહેરના કાળવા ચોક નજીકના વિશાલ ટાવર પાસે ઘનશ્યામપુરા ડેલામાં વ્હેલી સવારે 6 થી 6:30 દરમિયાન આ ઘટના બની હતી. પીજીવીસીએલના કેબલમાં ફોલ્ટ થતા તે કેબલ સ્ટ્રીટ લાઇટના કેબલ સાથે ટચ થયો હતો.

આમ, બે ફેઝ ભેગા થતા સ્ટ્રીટ લાઇટનો કેબલ કે જે પીજીવીસીએલ દ્વારા ફિટ કરવામાં આવ્યો હતો તે કેબલ નીચે પડવાથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છત્તાં સ્ટ્રીટ લાઇટના કેબલમાં પીજીવીસીએલનો પાવર પસાર થતો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી 1 વાછરડી અને 2 ગાયને આ વાયર અડી જતા તેને કરંટ લાગ્યો હતો જેમાં ત્રણેય પ્રાણીઓના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...