તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લાના 9 માંથી 8 તાલુકામાં કોરોનાના 0 કેસ

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જૂનાગઢ સિટી, મેંદરડામાં 1-1, ડિસ્ચાર્જ થયા 7

જૂનાગઢ જિલ્લામાં હવે કોરોનાના વળતા પાણી થયા છે. આરોગ્ય તંત્રના સઘન પ્રયાસો તેમજ લોકોમાં આવેલી જાગૃત્તતાના કારણે થતી કોરોના ગાઇડ લાઇનના પાલનથી કોરોનાને હરાવી શકવામાં સફળતા મળી રહી છે. દરમિયાન બુધવારે જૂનાગઢ જિલ્લાના 9 માંથી 8 તાલુકામાં કોરોનાના 0 કેસ રહ્યા છે. જ્યારે માત્ર 2 કેસ નોંધાયા છે જેમાં 1 કેસ જૂનાગઢ સિટીનો છે, જ્યારે 1 કેસ મેંદરડા તાલુકાનો છે.

જ્યારે 7 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બુધવારે જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા પૈકી કેશોદ, ભેંસાણ, માળીયા હાટીના, માણાવદર, માંગરોળ, વંથલી, વિસાવદર અને જૂનાગઢ મળી કુલ 8 તાલુકાને કોરોનાના કેસથી જાણે મુક્તિ મળી હોય તેમ એકપણ કેસ કોરોના પોઝિટીવ નોંધાયો ન હતો. દરમિયાન હજુ જિલ્લામાં 3 કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલા 8 ઘરના મળી કુલ 34 લોકોનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો