રજૂઆત:પાકને પિયત માટે મધુવંતી કેનાલમાં પાણી છોડાશે

મેંદરડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજનેરને રજુઆત કરવા આગેવાનો પહોંચ્યા હતા. - Divya Bhaskar
ઇજનેરને રજુઆત કરવા આગેવાનો પહોંચ્યા હતા.
  • શિયાળુ પિયતમાં છેલ્લા બે પાણીની અછત
  • નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી

મેંદરડા પંથકમાં મધુવંતી સિંચાઈ હેઠળ કેનાલમાં પાણી છોડવા મુદ્દે રજૂઆત કરાઈ હતી.મધુવંતી સિંચાઈ પિયત સહકારી મંડળીનાં લાલભાઈ, પરષોતમભાઈ, વિપુલભાઈ, રામજીભાઈ, વજુભાઈ, યોગેશભાઈ, સમિરભાઈ, સંજયભાઈ, વજુભાઈ સહિતનાએ નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર મેંદરડા પંથકમાં શિયાળુ પિયતમાં છેલ્લા બે પાણીની અછત જોવા મળી રહી છે. અને જો પિયત સુકાતા હશે તો નિયમ મુજબ ફોર્મ ભર્યા બાદ કેનાલમાંથી પાણી છોડવામાં આવશે એવી ખાતરી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...