તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:અરણિયાળાના બે વિદ્યાર્થીઓએ એક્સીડન્ટ એલર્ટ સીસ્ટમ બનાવી

મેંદરડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન

મેંદરડાના અરણિયાળા ગામે ધો. 10 અને 11 ના વિદ્યાર્થીઓએ ઓનલાઇન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે એક્સીડન્ટ એલર્ટ સીસ્ટમ બનાવી હતી. જેને તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળ્યું છે.મેંદરડાના અરણિયાળા ગામે યોગેશ્વર વિદ્યા મંદિરમાં ધો. 10 અને 11 માં ભણતા વિદ્યાર્થી સાહિલ પરમાર અને મોનાંક ભૂપતભાઇ દયાતરે ઓનલાઇન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2020-21 ની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

તેઓએ શાળાના આચાર્ય પી. આર. બાલાસરાના માર્ગદર્શન હેઠળ એક્સીડન્ટ એલર્ટ સીસ્ટમની કૃતિ બનાવીને રજૂ કરી હતી. જે તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી. શાળાના સંચાલક વાસુદેવ પુરોહિતે બંનેને સન્માનિત કર્યા હતા. હવે આ કૃતિ રાજ્યકક્ષાએ પ્રદર્શિત કરાશે.

અન્ય સમાચારો પણ છે...