જૂનાગઢ:મેંદરડામાં વાડીનાં રસ્તા પર કેનાલનું પાણી ફરી વળ્યું

મેંદરડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો મુશ્કેલીમાં, ઉચ્ચ કક્ષાએ રજૂઆત

વાડી વિસ્તારને જોડતાં રસ્તા પર પાણી ફરી વળતાં ખેડુતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મેંદરડા ખોડીયાર શાળાની પાસેથી પસાર થતા વાડી વિસ્તારનાં રસ્તા પર તૂટેલી કેનાલનું પાણી 24 કલાકથી વહી રહ્યું છે. અને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. જેથી ચુનીભાઇ ઢેબરીયા, અરૂણભાઇ પાનસુરીયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને તૂટેલી કેનાલ રીપેર કરી પાણીનો વેડફાટ અટકાવવાની પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...