તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વખર્ચે:દાત્રાણા ચેકડેમની તુટેલી સુરક્ષા દિવાલ ખેડૂતોએ સ્વખર્ચે બનાવી

મેંદરડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે દાત્રાણી ચિરોડ અને નાગલનેશધામ ખાતે જવાના રસ્તા પર ચેકડેમ આવેલો છે. જે ચેકડેમની સુરક્ષા દિવાલ તુટી જતાં પાણી સંગ્રહ ન થવાથી અને વધુ પાણી આવવાથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. જ્યારે હાલ, ખેડૂતોને ખેતર જવા કમરા ડૂબ પાણીમાંથી પસાર થવું પડે છે. તો બીજી તરફ રસ્તો પણ નબળી પણ ગુણવતાનો બનેલું હોવાનું અને કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ લોકો દ્વારા કરાયો છે. દાત્રાણાના 150 થી 200 ખેડૂત દ્વારા ચેકડેમની સુરક્ષાની દિવાલ રીપેર કરી પાણી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ચેકડેમ ઉપરાંત રોડની મરામત માટે થઇને ભંડોળ ફાળવવામાં આવે તેવી દાત્રાણા સરપંચ વિઠ્ઠલભાઇ સોલંકી તેમજ સદસ્ય બાબુભાઇ પટોળિયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...