મેંદરડામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ એક જ રાત્રમાં ચાર જગ્યાએ તાળા તૂટ્યા હતા. આ અંગેની મળતી વિગત મુજબ મેંદરડામાં નાજાપુર રોડ પર આવેલ ખાતર ડેપોના શટરના તાળા તોડી 11 હજાર રોકડની ચોરી થઈ હોવાનું પ્રભાતભાઈ ખૂંટે જણાવ્યુ હતું. તેમજ સરસ્વતી શાળાના મુખ્ય દ્વાર તોડી 6 કબાટ તોડ્યા હતા. અને 400 કિલો વજનની તીજોરી ન તૂંટતા તેમને બહાર કાઢી ગ્રા.પં.ની કચરાની લારી લઈ આવી તેમા ભરી દૂર લઈ જવાઈ હતી. જો કે, હોમગાર્ડના જવાનો જોઈ જતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ તીજોરીમાં અગત્યના કાગળો હોવાનું દિપકભાઈ ઢેબરીયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સચિનભાઈ વાવૈયાના મકાનનું તાળુ પણ તૂટ્યું હતું. તેમજ ભાવેશભાઈ વલ્લભભાઈ ખૂટના મકાનનું તાળુ તોડી 1500ની રકમ ચોરી ગયા હતા. આ અંગે પીએસઆઈ મોરીએ કહ્યું હતું કે, સીસીટીવી કૂટેજમાં 6 શખ્સ ચડ્ડી બનીયાનધારી જોવા મળી રહ્યાં છે. જેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. મેંદરડામાં એક મહિનામાં ચોથો ચોરીનો બનાવ બન્યો હોય નાઈટ પેટ્રોલીંગ જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.