લોકોમાં ભયનો માહોલ:મેંદરડાનાં ઈટાળીમાં સાવજોએ 2 દિવસમાં 9 પશુના મારણ કર્યા

મેંદરડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે વનવિભાગને જાણ કરી પાંજરે પુરવાની માંગ કરી

મેંદરડા પંથકના ઈટાળી ગામે સાવજોએ બે દિવસમાં 9 પશુના મારણ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ મેંદરડા પંથકના ઈટાળી ગામે સાવજો આવી ચઢ્યા હતા. અને પ્રથમ દિવસે પાંચ પશુના માર કર્યા હતા. જો કે, બીજા દિવસે પણ આવી ચાર પશુના મારણ કર્યા હતા.

આ બનાવને લઈ ત્રીજા દિવસે ગામલોકો જાગ્યા હતા. તેમ છતાં ફરી બે સાવજ ગામમાં ઘુસ્યા હતા અને લોકોએ ભગાડ્યા હતા. જેથી નજીકના લીમધ્રા ગામે ત્રણ પશુના મારણ કર્યા હતા. આમ ત્રણ દિવસમાં 12 પશુના મારણ થયા હોવાનું જાણવા મળે છે. સરપંચ રમેશભાઈ પરમારે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને આ સાવજોને પાંજરે પુરી જંગલ વિસ્તાર તરફ ખસેડવામાં આવે એવી માંગ કરી હતી. આ ઉપરાંત અહીં દીપડાના પણ ધામા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...