મુશ્કેલી:મેંદરડાથી વિવિધ તાલુકાને જોડતા રસ્તા ડામર વગરના

મેંદરડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ- મેંદરડા વાયા ડેરવાણ, મધરવાડા, લુશાળા રૂટ પર એસ.ટી બસ અને લોકોને થતી હાલાકીનો ક્યારે અંત આવશે. કેશોદ તાલુકાના ડેરવાણ,મધરવાડા સહિતના આજુબાજુના ગ્રામ્યજનોને રોડ રસ્તામાં મસમોટા ખાડાઓ પડી જવાના કારણે ભયંકર સ્થિતિ સર્જાઈ છે. આ રોડ પર ડામરનું નામ નિશાન રહ્યું નથી. અહીં એસ.ટી.બસ, ટ્રક, ફોરવ્હિલર સહિતના વાહનો મસમોટા ખાડાઓ અને સતત પાણી ભરાવાના કારણે વાહનો ખુપી જાય છે. ટુ વ્હીલર લઈને ખેડૂતો સહિતના લોકોને રોડ રસ્તા પર મસમોટા ખાડાઓ અને આ ખાડાઓમાં વાહનો ફસાઇ જવાના કારણે મોટી મુશ્કેલી સર્જાઇ રહી છે. તંત્ર દ્વારા યોગ્ય પગલાં કેમ લેવામાં નથી.

ડેરવાળ,મધરવાડા સહિતના ગામો જે નેશનલ હાઈવેને જોડતો માત્ર એક જ રોડ હોવાથી અને મેંદરડાથી કેશોદ જવા માટે ટુંકો રસ્તો હોવાથી અને ટોલટેક્સથી બચવા માટે અનેક વાહનચાલકો આ રોડનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોવાથી તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાની મરામત અથવા મોરમ પાથરવામાં આવે અને ખાડાઓ પુરવામાં આવે તેવી લોકોની માગણી છે અને તાત્કાલિક ધોરણે કામ શરુ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. લુશાળાથી ડેરવાણ મધરવાડા વચ્ચે આ રોડનું ધોવાણ થયેલ છે અને એટલી હદે ખાડાઓ પડી ગયા છે સામાન્ય લોકોને રાહદારીઓને ચાલીને જવા પણ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરામત કરવામાં આવે તો વાહન વ્યવહાર અને એસટી બસો શરૂ થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...