તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મેંદરડા-જૂનાગઢ વાયા વંથલી એસટી બસ બંધ,પેસેન્જર ન હોવાના બહાને બંધ કરાતાં રોષ

મેંદરડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેંદરડાથી જૂનાગઢ વાયા વંથલીની એસટી બસ મુંદ્રાથી સવારે 6 વાગ્યે ઉડતી હતી. આ બસ બંધ કરાતાં લોકોમાં રોષની લાગણી છવાઇ ગઇ છે. આ અંગે ખુરાસાન સરપંચ નિરભાર ચાવડાએ રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છેકે, આ પંથકના હીરાઘસુ, શાકભાજી, દૂધના ધંધાર્થી, ના અને મધ્યમવર્ગના લોકોને સારા-નરસા પ્રસંગે અથવા માંદગીના કારણે તાલુકા કે જિલ્લા મથકે પહોંચવા અનુકૂળ હતી.

હજુ તો આ બસ ચાલુ થઇ જ હતી. અને 4-5 દિવસમાં બંધ કરી દેવાતાં સમઢિયાળા, બરવાળા, અરણિયાળા, ખોરાસા અને લુશાળા સહિતના ગામોના લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. આ બસ નિયમીત ચાલુ કરવામાં આવે તો પૂરતા પેસેન્જર પણ મળી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...