મોંધીદાટ મજુરી:મેંદરડાના ખેડૂતે 15 વિઘા ખેતરમાં ઘેટા-બકરા ચરાવી દીધા

મેંદરડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગફળીના ડોડવા બકરાં વિણી-વિણીને ખાઈ જતાં હોવાથી ઓરડા ઉગતાં નથી

મેંદરડાના ખેડૂતે મગફળી ઉપાડી લીધાં પછી મોંધીદાટ મજુરી દેવા છતાં પણ મજુર મળતાં ન હોવાથી ખેતરમાં ઘેટા-બકરાને ચરાવી દીધા.મેંદરડાના ખેડૂત પરસોતમ ભાઈ ભીખુભાઈ ઢેબરીયા એ પોતાના 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળી ઉપાડી લીધાં પછી રૂ.300 મજુરી અને આવવા જવાનું રૂ.20 ભાડું અને 3 ટાઈમ ચા પાણી આપવા છતાં પણ મજુર મળતા ન હતા.

આથી આવી મોંઘી મજુરી ખેડૂતને પરવડતી ન હોય અને શિયાળું પિયતના વાવેતર માટે મોડું થતું હોય એટલે મગફળી વીણવાને બદલે ખેતરમાં ખરેલી મગફળી ઘેટાં, બકરાંને ચરવી દીધી હતી. આમ મગફળીના ડોડવા બકરાં વીણી-વીણીને ખાઈ જતાં હોવાથી શિયાળામાં અને ચોમાસામાં અરોડા ઉગતા નથી.

અન્ય સમાચારો પણ છે...