તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસની માંગ:20 દિ'માં રોડ તુટવા લાગ્યો, ગેરરિતીનો આક્ષેપ

મેંદરડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂપિયા દોઢ લાખનાં ખર્ચ રોડ બનાવવામાં આવ્યો હતો

મેંદરડા ગામમાં ધારેશ્વરથી રઝાકભાઈની દુકાન સુધીના માર્ગ પર 15 જાન્યુઆરી 2021ના રોજ આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો. નવા બનાવેલા રોડ પર 20 જ દિવસમાં ઠેર ઠેર ગાબડાં પડવા લાગ્યા છે. અને કાંકરાઓ નીકળવા લાગ્યા છે, રોડ પર પાથરેલા રોડમાં કાંકરાઓ સાથે પોપડાં ઉખડવા લાગતાં લોકોમાં નારાજગી જોવા મળી છે. માત્ર 20 જ દિવસમાં બનાવેલો રોડ તકલાદી નીકળતાં ગેરરીતીની શંકા સેવાઇ રહી છે.

14 મા નાણાં પંચની રકમમાંથી આશરે દોઢ લાખ રૂપિયાનાં ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. રોડ કૌભાંડ અંગે બ્રાહ્મણ શેરી સહિતના વિસ્તારમાં રહેતા સમસ્ત નાગરીકોએ રોડ કૌભાંડની તપાસ કરવા માટે અરજીઓ કરતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મેંદરડાના કથિત રોડ કૌભાંડના કારણે લોકોમાં રોષ ભડકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો