તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકાળે મૃત્યુ:આલીધ્રામાં પિતાનું સર્પદંશથી મોત,પુત્રીઓએ કાંધ આપી

મેંદરડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકાળે મૃત્યુથી શ્રમજીવી પરિવારે ઉપર આભ ફાટ્યું

મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામનાં ખેડૂતનું સર્પદંશથી મૃત્યુ થયું હતું. બાદ ત્રણ દીકરીઓએ ભારે હૈયે પિતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યાં હતાં. પિતાનાં મૃત્યુથી ત્રણ દીકરીઓ પર આભા ફાટ્યું હતું.

મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામના શ્રમજીવી ખેડૂત અરવિંદભાઈ હરિભાઈ સોરઠીયાનું વાડીએ પાણી વાળતા હતા ત્યારે સાપ દંશ મારતા પહેલા મેંદરડા સિવિલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં બાદ ત્યાં ફરજ પરના ડોક્ટરે જૂનાગઢ તાત્કાલિક રીફર કરવા કહ્યુ઼ હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે અરવિંદભાઈ હરીભાઈ સોરઠીયા મુતજાહેર કર્યાં હતાં. બાદ તેમની પુત્રી અવનીબેન, અંકિતાબેન, ગાયત્રીબેનએ કાંધ આપી પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...