ચોમાસુ સિઝન ફેઇલ:ખેડૂતની મહેનત જીવાત ખાઇ ગઇ, સોરઠ પંથકમાં મગફળીનો પાક સુકાયો, તંત્રએ હજુ સુધી સર્વે હાથ ન ધર્યો, ખેતરો ખાલી થયા

મેંદરડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોરઠ પંથકમાં ખેડૂતોએ મોંઘુ ઘાટ બિયારણ, દવાનો ખર્ચ કરી મગફળીના પાકનું વાવેતર કર્યું હતું જો કે, આ વર્ષે ફરી મુંડા, જીવાત જોવા મળતા ખેડૂતો ચિંતીત બન્યા છે. કારણ કે આ જીવાત મગફળીના મુળ સુધી પહોંચી જતી હોય જેથી છોડ સુકાઈ જાય છે. ત્યારે જ મેંદરડા પંથકના ઈટાળી ગામની વાત કરીએ તો રાજેશભાઈ મકવાણાએ 15 વિઘા જમીનમાં 70 હજારનો ખર્ચ કરી મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. અને પાક હવે તૈયાર થવા જઈ રહ્યો છે. ત્યારે જ મુંડાનો ઉપદ્રવ ઓછો થવાના બદલે સતત વધી રહ્યો છે. અને આ પાક નિષ્ફળ ગયો છે. તંત્ર દ્વારા સમગ્ર સોરઠ પંથકમાં સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

ઊનાળામાં બાવળ, બોરડી, લીમડામાં જોવા મળે છે
જ્યારે વાત કરીએ ઊનાળાની સીઝનની તો આ સમયે બાળવ, બોરડી અને લીમડામાં ફુદા જોવા મળે છે. અને રાત્રીના સમયે વધુ જોવા મળે છે. આ ઉપરાંત આ ઝાડના પાન ખાય છે. જો શરૂઆતના સમયમાં અહીંથી જ નાશ કરવામાં આવે તો ખેતરોમાં જતા અટકાવી શકાય છે.

ડોળાસામાં ખેતરોમાં હજુ પણ પાણી
કોડીનાર પંથકના ડોળાસા ગામે થોડા સમય પહેલા પડેલા અવિરત વરસાદથી ખેતરોમાં રેસ ફૂટી ગયા છે. હજુ પણ પાણી જોવા મળતા હોય પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે. } તસવીર - અનિલ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...